શાળા પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન: ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને શિક્ષણ સાથે જોડવાનો નવતર પ્રયાસમોરબી : શાળા પ્રવેશોત્સવ દરમિયાન મોરબીની ઘૂંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં સંસ્કૃત કક્ષનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DCF (IFS) ડો. સુનિલકુમાર બેરવાલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય સ્નેહલબેન સોરિયા તેમજ નાયબ મામલતદાર કલ્પેશભાઈ બૂસાના હસ્તે આ સંસ્કૃત કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શિક્ષણમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે ભારતીય પરંપરાને અભ્યાસક્રમનો ભાગ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય સનાતન વારસાનું સંપૂર્ણ મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું હોવાથી, રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત લોકભોગ્ય ભાષા બને અને શિક્ષણમાં એક્ટિવિટી દ્વારા તેને રસપ્રદ રીતે શીખવી શકાય તે માટે સંસ્કૃત કક્ષ મંજૂર કરવામાં આવ્યો હતો.આ સંસ્કૃત કક્ષને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની માર્ગદર્શિકા અનુસાર એક આદર્શ સંસ્કૃત કક્ષ તરીકે વિકસાવવા માટે શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ ગણ કટીબદ્ધતા વ્યક્ત કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Education #SanskritLanguage #ShalaPraveshotsav #SanskritKaksh #GhuntuPlotSchool