યંગ પ્રિન્સ, પ્રિન્સેસ અને લિટલ પ્રિન્સ, પ્રિન્સેસને પારિતોષિક અપાયા મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના આંગણે યોજાતા સર્વજ્ઞાતિય સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાજકીય મહાનુભાવો મહેમાન બન્યા હતા અને માં શક્તિની આરાધના અન્વયે માતાજીની આરતી ઉતરવાની સાથે દેશભક્તિની અનોખી થીમ આધારિત રશોત્સવના સાક્ષી બન્યા હતા. મોરબી શનાળા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે યોજાતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ સેંકડો ખેલૈયાઓ ઉમટી રહ્યા છે, પારિવારિક માહોલમાં સર્વજ્ઞાતિય આયોજનમાં ગઈકાલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી રાજુભાઇ કાલરીયા, દિનેશભાઇ વડસોલા, સંજયભાઈ બાપોદરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો. ગઈકાલે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ પ્રિન્સ કેટેગરીમાં અંબાલિયા વિપુલ, યંગ પ્રિન્સેસ કેટેગરીમાં સોમૈયા છાયા, લિટલ પ્રિન્સ કેટેગરીમાં નિસર્ગ પટેલ અને લિટલ પ્રિન્સેસ કેટેગરીમાં ભોજાણી અનમોલ વિજેતા જાહેર થતા વિવિધ પારિતોષિક આપવામાં આવ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='34823,34822,34825,34824']