વડીલો-બાળાઓના હસ્તે રાત્રે બાર વાગ્યે શહીદ ભગતસિંહની જન્મજયંતિ ઉજવવા આરતી કરાશે મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે વૃધ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓ નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરશે,ઉપરાંત આજે મધ્યરાત્રીએ શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પ્રસંગે વડીલો-બળાઓના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી એ જણાવ્યું હતું કે આપવાના આનંદ સૂત્ર મુજબ આજે વિકાસ વિદ્યાલયની ૧૩૦ બાળાઓ અને વૃદ્ધાશ્રમના ૪૦ જેટલા વડીલો સંકલ્પ નવરાત્રીના વિશેષ મહેમાન બનશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વડીલો-બાળાઓ મનમૂકીને ગરબા રમી શકે તે માટે સુંદર આયોજન કરવા ઉપરાંત તેમને તેડવા-મુકવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ દેશભક્તિના ગીત સાથે રસોત્સવ શરૂ કરવાની સાથે એક ખાસ ગ્રુપ દ્વારા દરરોજ પ્રાચીન દિવા રાસ,ગરબા રાસ લેવામાં આવે છે અને પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં આવે છે.અને પુર્ણાહુતી સમયે વન્દેમાતરમ ગાન ગાવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આજે મધ્યરાત્રીના શાહિદ ભગતસિંહની જન્મ જયંતિ પ્રસંગે વડીલો અને બળાઓના હસ્તે આરતી કરવામાં આવનાર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું. સંકલ્પ નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતાના પ્રિન્સ અને પ્રિન્સેસ લિટલ પ્રિન્સ : સ્નેહ જોશી લિટલ પ્રિન્સેસ : શીતલ પિત્રોડા યંગ પ્રિન્સ : વિકી ભાદરા યંગ પ્રિંસેસ : ધાર્મી જોશી વિજેતા બન્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='11640,11641,11642,11643']