છેલ્લા ત્રણ મહિનાથી પગારમાં ધાંધિયા અને અનિયમિતતાનો સફાઈ કામદારોનો આક્ષેપડેપ્યુટી કમિશનરે આપ્યો ખુલાસો: દર મહિને 5 તારીખ સુધીમાં પગાર થાય જ છે, આજે સાંજ સુધીમાં થઈ જશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ (એજન્સી) પર સફાઈનું કામ કરતા 178 જેટલા સફાઈ કર્મચારીઓ આજે પગાર ન મળવાના મુદ્દે ભારે રોષ સાથે મહાનગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જન્માષ્ટમી જેવો મોટો તહેવાર હોવા છતાં પગાર ન થતાં કામદારોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.કર્મચારીઓની શું છે સમસ્યા?સફાઈ કર્મચારીઓ સરસ્વતીબેન વાઘેલા અને કામદાર મંડળના મંત્રી ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી પગારમાં ધાંધિયા થઈ રહ્યા છે. અગાઉ 25 કે 26 તારીખે પગાર આવી જતો હતો, પરંતુ હવે એજન્સી દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ બેઝ બંને કર્મચારીઓના પગાર અનિયમિત કરવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો હોવા છતાં પગાર ન થતાં નાના બાળકો અને પરિવારોની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે. બે દિવસથી તહેવાર હોવા છતાં પગાર થયો નથી.કામદારોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ તો અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી અને 'ઉતારી મુકીશું' તેવી ધમકીઓ આપી અણછાજતું વર્તન કરે છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આજે પગાર નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશેડેપ્યુટી કમિશનરનો ખુલાસોઆ મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકાના નિયમ મુજબ તમામ સ્ટાફ (વહીવટી અને SWM શાખા) ની હાજરી 31 તારીખ સુધી મેળવવામાં આવે છે અને ત્યારબાદ 1 થી 5 તારીખ સુધીમાં પગાર કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં એડવાન્સ પગાર કરવાની જોગવાઈ હોય છે, અન્ય તહેવારોમાં નહીં. જોકે, આજે 3 તારીખ છે અને તમામ કર્મચારીઓના પગાર બિલ અને ચેક પર સહીઓ થઈ ગઈ છે, જે બેંકમાં મોકલી આપવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ કર્મચારીઓના ખાતામાં પગાર જમા થઈ જશે તેવી બાંહેધરી આપી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #SanitationWorkers #SalaryIssue #MorbiMunicipalCorporation #Janmashtami #Protest