મોરબી : મોરબી સફાઈ અભિયાન સમિતિ છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સફાઈ અભિયાન ચલાવે છે. જેમાં આવતીકાલે રવિવારે સુભાસનગર પાસે સફાઈ અભિયાન ચલાવવામાં આવનાર છે. મોરબીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શહેરને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં 150થી વધુ લોકો દર રવિવારે એક વિસ્તાર પસંદ કરીને સાફ સફાઈ કરે છે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે સવારે 6 વાગ્યે રવાપર રોડ ઉપર આવેલ સુભાસનગર પાસે પટેલ ગ્રુપકા રાજા નજીક સાફ સફાઇ કરવામાં આવશે.