આ સફાઈ અભિયાનમાં સનસેરા ટાઇલ્સ બાર્થવેર જોડાશે મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે રવિવારે સવારે શહેરના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે સફાઈ અભિયાન હાથ ધરાશે જેમાં મોરબીની સનસેરા ટાઇલ્સ બર્થવેર જોડાશે અને સઘન સફાઈ કરીને માર્કેટ યાર્ડ આસપાસના વિસ્તારને સ્વચ્છ કરશે. મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન સમિતિની ટિમ છેલ્લા ઘણા સમયથી કમર કસી રહી છે.મારુ મોરબી, સ્વચ્છ મોરબીના સૂત્ર હેઠળ સ્વચ્છતા અભિયાન સમિતિ રીતસર ઝાડુ ઉઠાવીને સફાઈ કરીને મોરબીનો ફરી પેરિસની ઉપમા આપવા માટે સાર્થક પ્રયાસો કરી રહી છે.હાલ આ ટીમમાં તબીબો, ઉધોગપતિઓ, બાળકી તથા વૃદ્ધો સહિતના 150 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો જોડાયેલા છે.દર રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ છે.જેને લોકો તરફથી ભારે સહકાર મળી રહ્યો છે.આ ટીમના યોગદાનથી પ્રેરાઈને ઘણા લોકો સ્વૈચ્છીક રીતે જોડાઈ છે.ત્યારે આવતીકાલ તા.6ના રોજ રવિવારે સવારે 6-30 કલાકે શનાળા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ પાસે સ્વચ્છતા અભિયાનની ટિમ દ્વારા સઘન સફાઈ કરવામાં આવશે.જેમાં મોરબીની સનસેરા ટાઇલ્સ બાર્થવેર કંપની જોડાશે.આ સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ લોકો જોડાયને સફાઈ અભિયાનને લોકજુવાળ બનાવી દેવાની હાકલ કરવામાં આવી છે.