ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન તથા સ્વરાંગન દ્વારાતીન શામ સંગીત કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું મોરબી: મોરબીના ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અને સ્વરાંગન સંસ્થા દ્વારા આગામી તા.10,11 અને 12 ઓગષ્ટના રોજ તીન શામ સંગીત કે નામ સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે. મોરબી શહેરમાં છેલ્લા 17 વર્ષથી સંગીતપ્રેમીઓ માટે નિઃશુલ્ક ફિલ્મીગીતોના કાર્યક્રમો આપતી ઉપરોક્ત બંને સંસ્થાઓ દ્વારા આગામી તા.10,11 અને 12 ઓગષ્ટના રોજ અત્રેના સત્કારપાર્ટી પ્લોટ ખાતે ટીન શામ સંગીત કે નામ શીર્ષક હેઠળ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તા.10 ના રોજ કિશોર કુમારકી યાદે,11 મીએ મહમદ રફી કઈ યાદે અને તા. 12 ના રોજ મિડલ સોંગ્સ નું આયોજન કરાયું છે. આ સંગીતસંધ્યામાં પ્રવીણ કુમાર,શ્યામ ગઢવી,સંજ્ઞા રવેસિયા,સહિતના કલાકારો સંગીતરસ પીરસશે.