અજાણ્યો બાઇકચાલક બાઇક સવારને હડફેડ લઈ નાસી છૂટ્યો મોરબી:ગત મોડીરાત્રે મોરબીના સનાળા રોડ ઉપર મહેશ હોટલ નજીક અજાણ્યા બાઇક ચાલકે મોચી યુવાનને હડફેટ લઈ ઇજા કરી નાસી છુટતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ગઈકાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શૈલેષભાઇ કિશોરભાઈ મોચી ઉ.૨૯ નામના યુવાન પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા બાઇક ચાલકે અકસ્માત કરી ઇજા પહોંચાડતા શૈલેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતમાં ઘવાયેલ મોચી યુવાનને સારવાર માટે સિવિક હોસ્પિટલમાં ખસેડાયા છે,અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી ગયેલા યુવાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.