મોરબી : મોરબીના યુનાઇટેડ જીવદયા ગ્રુપ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્મશાન ખાતે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે રોજ યુનાઇટેડ જીવદયા ગ્રુપ દ્રારા મોરબીના વિસિપરા વિસ્તારમાં આવેલા સ્મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાદમાં આ તમામ વૃક્ષો ઉછેરવાની સંપુર્ણ જવાબદારી સ્મશાનમા સેવા આપવા આવતાં વડીલો દ્રારા લેવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='27884,27885,27886']