યજ્ઞને એક વર્ષ પૂરું થતા વિશેષ ઉજવણી : બહેનો દર ગુરૂવારે સ્મશાન યજ્ઞમાં જોડાઈને સ્મશાન ન જવાની માન્યતાનો છેદ ઉડાડે છે મોરબી : મોરબીમાં સ્મશાન ગૃહમાં દરરોજ કરવામાં આવતા વૈદિક યજ્ઞને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી.જોકે વર્ષોથી સ્મશાનમાં મહિલાઓને ન જવાની માન્યતાનો છેદ ઉડાડીને દર ગુરૂવારે બહેનો સ્મશાન ગ્રુહમાં ચાલતા વૈદિક યજ્ઞની વિધિમાં જોડાય છે મોરબીના સામાકાંઠે આવેલા સ્મશાન ગૃહમાં વૈદિક પ્રચાર સમિતિ દ્વારા પર્યાવરણની શુદ્ધિ અને વિશ્વકલ્યાણ માટે વૈદિક યજ્ઞ દરરોજ કરવામાં આવી રહ્યો છે જોકે ભાઈઓની સાથે બહેનોએ પણ યજ્ઞમાં જોડાઈને સ્મશાનમાં મહિલાઓને ન જઈ શકાય તેવી પ્રચલિત માન્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે આ વૈદિક યજ્ઞને એક વર્ષ પૂર્ણ થતા તાજેતરમાં કચ્છના ઓધવરામ આશ્રમના સંત શાન્તાનંદજીની આગેવાની હેઠળ સ્મશાનમાં વિશેષ વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું . આ યજ્ઞમાં ૪૦૦ જેટલા સ્ત્રી પુરૂષોએ ભાગ લીધો હતો ત્યારે યજ્ઞ પ્રચાર સમિતિના રામજીભાઈએ જણાવ્યું હતું કે ખાસ ઉદ્દેશથી આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જે હંમેશા ચાલુ જ રહેશે.