ગઈકાલના 6 રિપોર્ટ માંથી રાજકોટ સારવારમાં દાખલ 98 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ નેગેટિવ : પાંચ હવે જાહેર થશે મોરબી : મોરબી જિલ્લાના ગઈકાલના પેન્ડિંગ છ રિપોર્ટમાંથી રાજકોટ સારવારમાં રહેલા 98 વર્ષના વૃધ્ધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હજુ પાંચ રિપોર્ટનું પરિણામ જાહેર થવાનું બાકી છે. ત્યારે મોરબી જિલ્લામાં રવિવારે વધુ 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાં 2 મોરબી સિવિલ અને એક રાજકોટ કેસ નોંધાયો છે. આજે રવિવારે લજાઈ રહેતી 18 વર્ષની યુવતી અનેં ધૂળકોટ ગામે રહેતા 30 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સીવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા છે. જ્યારે રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલા ખેવારીયા ગામના દોઢ વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના પણ સેમ્પલ લેવાયા છે.