શુક્રવારના 253 સેમ્પલના રિપોર્ટ હજુ જાહેર થવાના બાકી મોરબી : આજે શનિવારે રાજકોટ ખાતે દાખલ મિતાણાંના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 47 વર્ષના પુરુષ ઉપરાંત મોરબી જિલ્લામાં આજે વધુ 203 લોકોના કોરોના ટેસ્ટ માટે સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા છે. જેમાં સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં શનિવારે માસ સેમ્પલિંગ લેવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. આજે મોરબી જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 203 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી સિવિલમાં 44, હળવદમાં 20, વાંકાનેરમાં 30, જેતપર મચ્છુ કેન્દ્રમાં 29, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસર કેન્દ્રમાં 11, ટંકારામાં 20, અને મોરબીની આયુસ હોસ્પિટલમાં 8 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં દાખલ મિતાણાંના 47 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા છે. આ તમામ 203 લોકોના સેમ્પલનો રિપોર્ટ કાલે આવશે. જ્યારે ગઈકાલે શુક્રવારે લેવાયેલા 253 લોકોના સેમ્પલનો રિપોર્ટ હજુ જાહેર થયા નથી.