પરશુરામ મંદિર મોરબી ખાતે સ્નેહમિલન અને સમૂહભોજન પ્રસાદનું આયોજન મોરબી : આગામી તા.18મીએ મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનું પ્રથમ અધિવેશન અને સ્નેહમિલન તેમજ સમૂહ ભોજપ્રસાદ કાર્યક્રમનું ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો બળવંતભાઇ પંડ્યા તથા માનદ્ મંત્રી નરેન્દ્રભાઈ જોશીના જણાવ્યા મુજબ આગામી તા. 18ના રોજ રવીવારે સાંજે ૬/૩૦ કલાકે, પરશુરામ ધામ મંદિર, નવલખી રોડ, મોરબી ખાતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજનું પ્રથમ અધિવેશન, સ્નેહમીલન તથા સમુહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં પધારવા મોરબી જીલ્લાના દરેક બ્રહ્મ પરિવારના ભાઇ બહેનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.