મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચામુંડાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અને રોગચાળા મુક્ત અભિયાન ચલાવવા અને ગંદકી દુર કરવા વિનોદભાઈ મગનભાઈ પરમાર નામના નાગરિકે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી પાછળના ચામુંડાનગર, પોટરી વિસ્તાર, રામદેવનગર, શક્તિ સોસાયટી, ન્યૂ માળિયા, ન્યૂ વનાળિયા, ભીલનગર, ઉમિયાનગર ધોરા વિસ્તાર, અને સામાકાંઠાના વિવિધ અનુસૂચિત વિસ્તારોમાં સ્વચ્છતા અભિયા એન્ડ રોગચાળા મુક્ત અભિયાન ચલાવવામાં આવે, જેટિંગ મશીનથી ગટર સફાઈ કરી રોગચાળા મુક્ત વિસ્તાર કરવામાં આવે, સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવે, ઉકરડાના ઢગલાઓની સમસ્યા દુર કરવામાં આવે, ડીડીટીનો છંટકાવ કરવામાં આવે, ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરવામાં આવે, સમરસ ભારતમાં મોરબી જિલ્લા અનુસૂચિત વિસ્તારોને સમાનતા ભારત સાથે જોડવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.