આજુબાજુના રહીશોએ ભરતી ભરી પાણીના નિકાલનો અવરોધ ઉભો કરતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણીનો નિકાલનો માર્ગ આજુબાજુના રહીશોએ બંધ કરી દેતા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા ઉદભવી છે. સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ખતરો વધ્યો છે અને તાવ તથા ડેંગ્યુ જેવા રોગોએ ભરડો લીધો છે. મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે એસ્સાર પેટ્રોલ પંપ નજીક આવેલ આવેલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના રહીશોએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, તેમના ફ્લેટ પાસે ચોમાસાના પાણીનું હલણ છે.પરંતુ આજુબાજુના રહીશોએ ભરતી ભરીને પાણીની જાવકનો માર્ગ બંધ કરી દીધો છે.જેથી તેમની સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે. આશરે 20 દિવસથી પાણી ભરાયેલા હોવાથી ગંદકી વધુ ફેલાય છે અને રોગચાળો ફેલાય રહ્યો છે જેમાં તાવ અને ડેંગ્યુ જેવા રોગોએ માથું ઉચકયું છે. આથી લોકો મુશ્કેલી મુકાઈ ગયા છે.તેથી આ ગંદા પાણીનો નિકાલ કરી કાયમી રીતે પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.