મોરબી એલઇ કોલેજમાં અભ્યાસ દરમિયાન બ્રાહ્મણ યુવતિને ધર્મની બહેન બનાવનાર સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિના ભાઈએ સગાભાઇથી વિશેષ પ્રસંગ દિપાવ્યો મોરબી : રાણા.......રાવટીયા ... મામેરા....... આવ્યા.....રે......મામા દીપકભાઈ મામેરા લાવ્યા રે.....જી હા... આ મામેરાનો પ્રસંગ જરા હટકે છે....આજના આધુનિક યુગમાં હજુ પણ નાત-જાતના અને ઉચ્ચ નીચના ભેદ ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં સામજિક સૌહાર્દના અને સમરસતાના દર્શન કરાવતા કિસ્સામાં મોરબીમાં વર્ષો પૂર્વે અભ્યાસ કરવા આવેલા સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિના ભાઈએ બ્રાહ્મણ યુવતી સાથે ધર્મના ભાઈનો નાટો જોડ્યા બાદ આ ભાઈ બહેનની જોડી સગા માં જણ્યા ભાઈથી પણ વિશેષ સબંધ નિભાવી આજે લાડલી ભાણકીના લગ્નપ્રસંગે લાખેણું મામેરું કરી બહેનના ઘરે આવેલા પ્રસંગને દીપાવી દીધો હતો. સામાજિક સમરસતાના દર્શન કરાવતા આ અનોખા ભાઈ બહેનના સંબંધોની વાત કરી તો સુરેન્દ્રનગરનાં રહેવાસી દીપકભાઈ નારાયણભાઈ રાઠોડ હાલમાં ઈશ્વર કૃપાથી સુરેન્દ્રનગર આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, 10 વર્ષ અગાઉ એલ ઈ કોલેજ મોરબી ખાતે એન્જીનિયરિગમાં અભ્યાસ કરતા હતા ત્યારે ખોખાણી શેરીમાં રહેતા રહેતા ભારતીબેન ગાંડાભાઇ ભટ્ટ સાથે પારિવારિક સંબંધોનું જોડાણ થયું ભારતીબેનની નાની દીકરી લીનાબેન રાવલ જેઓ દર રક્ષાબંધને તેમના મોં બોલ્યા ભાઇ દીપકભાઈને રાખડી બાંધતા હતા.અને વર્ષો જૂનો નાતો યથાવત ચાલતો આવ્યો. જેમાં આજરોજ લીનાબેન રાવલની લાડલી દીકરી જ્હાન્વી રાવલનાં લગ્નમા દીપકભાઇ રાઠોડ તેમજ તેમનો પરિવાર મોરબી ખાતે ભાણીબેનનું મામેરું લઈ આવ્યા હતા જેમા બહેન માટે સોનાની વીંટી અને પરિવારની દરેક મહિલાઓ માટે સાડીની ભેટ આપી લોહીની સગાઈથી ઉપર ઉઠી એક સામજિક સમરસતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે, આજના સમયમાં જાતિનો ભેદભાવ ભૂલી દલિત સમાજમાંથી આવતા રાઠોડ પરિવારે ઔદિચ્ય બ્રહ્મણ પરિવારમાં મામેરું ભરી બહેનની રાખડીનું બંધન વધુ મજબૂત કર્યું નાની લગતી આ વાત સમગ્ર સમાજ માટે મોટો સંદેશો આપી રહી છે ત્યારે મોરબી અપડેટ નાત -જાતના ભેદભાવથી ઉપર ઉઠેલા ભાઈ,બહેન અને ભાણેજના આજના આ પ્રસંગને વાચકો સમક્ષ મૂકી રહ્યું છે.