મોરબી : મોરબીના જૈન તપગચ્છ સંઘ પ્રેરિત ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા રાહત દરે મીઠાઈના વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 1 કિલો અડદિયાના રૂ. 320, 500 ગ્રામ કાટલું પાકના રૂ. 160 તથા 500 ગ્રામ ખજૂર લાડુના રૂ. 160 લેખે રાખેલ છે. આ આયોજન આગામી તા. 29 ડિસેમ્બરે રવિવારે સાંજે 4થી 6 સુધી જૈન દેરાસર સામે, દરબારગઢ પાસે કરવામાં આવેલ છે. જેનું બુકિંગની તા. 18 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી વીર કિરાણા સ્ટોર, દેરાસર રોડ અને મહાવીર કિરાણા સ્ટોર, ગાંધી બજારના નાકે સહીત અનેક સ્થળો પર કરી શકાશે.