મોરબી : મોરબી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીડિત મહિલાની મદદે આવીને મહિલાને તેના માતા-પિતાના ઘરે પુનઃસ્થાપન કરાવી માનવતા ભર્યું કામ કર્યું છે.મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશની રહેવાસી મહિલાના બે મહિના પહેલા લગ્ન થયા હતા અને તેના પતિ દ્વારા મહિલા સાથે હિંસા કરવામાં આવતી હોય મહિલા પિયર જવા નીકળી હતી. જો કે પતિ તેને અધવચ્ચે જ મૂકીને જતા રહેતા મહિલા ભૂલી પડી ગઈ હતી. જેથી 181ની મદદથી સખી વન સ્ટોપ સેન્ટર પર મહિલા આવી હતી અને મહિલાએ જણાવ્યું હતું કે તેને તેના પિયર મધ્યપ્રદેશ જવું છે. આથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના માતા-પિતા સાથે સંપર્ક કરી તેના પિતાને બોલાવવામાં આવ્યા હતા અને મહિલાને તેના પિયર સહી સલામત મોકલી આપી માનવતા ભર્યું કામ કરવામાં આવ્યું હતું.