મોરબી : મોરબી તાલુકાના લખધીરનગર ગામમાં લક્ષ્મી એસ્ટેટના મજૂર ક્વાર્ટરમાં રહેતા કલસીંગ શીંગાળાના પુત્રી અંજલીબેન (ઉ.વ. 17)એ ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયેલ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.