મોરબી : મોરબીના સામાંકાંઠે આજે સવારે નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હડફેટે આવી ગયા બાદ સગીરાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મળતી વિગત મુજબ સામાંકાંઠે ભાળિયાદ કાંટા પાસે રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની જ્યોતિ દિનેશભાઇ મૂછડીયા આજે સવારે 9.30 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક પાસે પસાર થતી ડેમુ ટ્રેન હડફેટે આવી જતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ સગીરાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવ અકસ્માત કે આપઘાત તે અંગે કોઈ સત્તાવાર વિગત જાણવા મળી નથી.