મોરબી : અમદાવાદ ખાતે ગ્લોબલ સ્કોલર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભૂષણ પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી રસિકભાઈ નારણભાઈ પ્રજાપતિને તેની કંપની સચી મિટ્ટી માટે ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાન બન્ને રાજ્યોમાંથી વિવિધ ક્ષેત્રમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી સચી મિટ્ટી ખરેડાને ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ એવોર્ડ પદ્મશ્રી રવીકુમાર નારાના હસ્તે આપવામાં આવ્યો હતો.