મોરબી : મોરબીના સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા ઓમ શાંતિ સ્કુલ ખાતે સ્ત્રી જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ કે.બી.બોરીચા, પીએસઆઈ સોનારા અને તેમની ટીમ, સ્ત્રી સુરક્ષા સંગઠનના ફાઉન્ડર દેવભાઈ, પ્રમુખ યશભાઈ, ઉપપ્રમુખ જયશ્રીબેન સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ત્રી સશક્તિકરણ અંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.