મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ સોનલ સોસાયટીમાં રહેતી પરિણીતા મધ્યપ્રદેશના પ્રેમી સાથે નાસી જતા પરિણીતાના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ સોનલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ ભુપતભાઇ પરમાર ઉ.29નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25ના રોજ તેમના પત્ની ભાવનાબેન ઉ.25 મધ્યપ્રદેશના વતની અને હાલમાં પાનેલી રોડ ઉપર આવેલ સોનાટા સીરામીકમાં કામ કરતા લવકુશ નામના હિન્દીભાષી શખ્સ સાથે નાસી ગઈ હતી. વધુમાં ઘર ત્યજી નાસી ગયેલ ભાવનાબેનની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ હોવાનું અને વાદળી કલરનું જીન્સ તેમજ સફેદ ટોપ પહેર્યું હોવાનું તેમજ હાથમાં જય ચામુંડામાં ત્રોફાવેલ હોવાનું જાહેર કર્યું હતું.