મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી CETની પરીક્ષામાં વાંકડા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારું પરિણામ હાંસલ કર્યું છે. વાંકડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની આર્વી ડાયાલાલ વડગાસિયાએ સમગ્ર સીઆરસીમાં પ્રથમ નંબર, મોરબી તાલુકામાં ચોથો ક્રમાંક અને જિલ્લામાં 8મો નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.