મોરબી : મોરબીમાં છેલ્લા 14 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરનાર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીને અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવી હતી. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સીવણ ક્લાસ, પાર્લર ક્લાસ તેમજ નવ સમૂહ લગ્ન થકી 276 ગરીબ કન્યાઓને પ્રભુતામાં પગલાં પડાવ્યા છે. તેમજ ગરીબ પરિવારની કન્યાઓને ટ્રસ્ટ દ્વારા શિક્ષણમાં મદદરૂપ થતું હોવાના કારણે અમદાવાદ ખાતે મહિલા દિન નિમિત્તે AMA હોલમાં યોજાયેલ COL WOMANIA AWARDS 2025 કાર્યક્રમમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. પરેશકુમાર પારીઆને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. COL WOMANIA AWARDS 2025 કાર્યક્રમમાં ઘણા બધા સેવાકીય કાર્ય કરનાર વ્યક્તિઓને તેમજ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.