બોની ઓટો મારફત મુંબઇના શો-રૂમથી કાર મોરબી આવી : રૂ.65 લાખની કારમાં અનેકવિધ એવા ફીચર્સ જે બીજી કોઈ કારમાં નથી મળતામોરબી : આમ તો નાના એવા મોરબી શહેરમાં જેટલી લકઝરી કાર રોડ ઉપર જોવા મળે છે એટલી ભાગ્યે જ સૌરાષ્ટ્રના બીજા કોઈ શહેરોમાં જોવા મળે. ત્યારે હવે તો મોરબીના રોડ ઉપર એલન મસ્કની ટેસ્લા કાર પણ જોવા મળશે. કારણકે મોરબીના એક સિરામિક ઉદ્યોગપતિએ ટેસ્લા કાર છોડાવી છે. સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિ અભયભાઈ જીવાણીએ મોરબી જીલ્લામાં સૌપ્રથમ ટેસ્લા કાર ખરીદી છે. આ ટેસ્લા કાર તેઓએ બોની ઓટો મારફત ખરીદી છે. બોની ઓટોના ઓનર બોનીભાઈ દફ્તરીએ જણાવ્યું કે અભયભાઈને ટેસ્લા કાર ખરીદવાની ઈચ્છા હતી. તેઓએ અમને આ જવાબદારી સોંપી હતી. ટેસ્લાના ભારતમાં મુંબઇ અને દિલ્હી આ બે શહેરોમાં જ શો-રૂમ છે. આ કાર મુંબઇના શો-રૂમમાંથી ખરીદવામાં આવી છે. હાલ ભારતમાં ટેસ્લાનું એકમાત્ર 'Y' મોડેલ જ ઉપલબ્ધ છે. આ કારની અંદાજીત કિંમત રૂ.65 લાખ છે. ટેસ્લામાં કેવા છે ફીચર્સ ?બોનીભાઈના જણાવ્યા અનુસાર ટેસ્લા કારમાં ઘણી બધી પેટન્ટ ટેકનોલોજી છે. આમ તો આ કાર ઓટો ડ્રાઇવિંગ મોડના ફીચર્સથી જ આખા વિશ્વભરમાં ચર્ચામાં આવી હતી. આ કારમાં ઇન્ટિરિયર એકદમ સિમ્પલ છે. પણ સિંગલ ટચ બધા ફીચર્સ મળે છે. તેમાં આપેલી સ્ક્રીનમાંથી જડ્રાઇવિંગ મોડ સેટ કરી શકાય છે. કાર માટે મોબાઈલ એપ આવે છે. જેમાંથી લોક- અનલોક કરવા સહિતના ઘણા ફીચર્સ મળે છે. આ કારને ઘરે ફૂલ ચાર્જ થતા 6 કલાક થાય છે. ત્યારે ઇવી ચાર્જિંગ સ્ટેશનમાં તે 30 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. એક વખત ચાર્જ થયા બાદ કાર 500 કિમિ ચાલી શકે છે.કોઈ સર્વિસની જરૂર પડશે તો કંપનીની ટિમ અહીં આવશેબોનીભાઈ દફ્તરીના જણાવ્યા અનુસાર ટેસ્લા કારમાં કોઈ સર્વિસની જરૂર પડશે તો મુંબઈથી તેના ટેક્નિશિયનની ટિમ અહીં આવશે. બાદમાં જો કોઈ મેજર પ્રોબ્લેમ આવે તો તેઓ જ કાર મુંબઇ લઈ જાય છે. આમ કંપની દ્વારા જ સર્વિસ આપવામાં આવે છે. બોની ઓટો મારફત અગાઉ એક ઉદ્યોગપતિએ BYD કાર ખરીદી હતીબોનીભાઈ દફ્તરીના જણાવ્યા પ્રમાણે મોરબીમાં બોની ઓટો 22 વર્ષથી કાર્યરત છે. તેઓ ઓટોમોબાઇલ્સને લગતી સંપૂર્ણ સર્વિસ આપે છે. અત્યાર સુધીમાં તેઓએ અલગ અલગ કંપનીની 35 હજારથી પણ વધુ કારનું સેલિંગ કર્યું છે. અંદાજે 2 વર્ષ પૂર્વે તેઓ મારફત જ એક ઉદ્યોગપતિને BYD કાર ખરીદી હતી.