મોરબી : સ્વજનની પૂણ્યતિથિ નિમિત્તે લોકો વિવિધ સેવાકીય કાર્યો કરતાં હોય છે. ત્યારે મોરબીના વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પૂણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની સાતમી પૂણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષથી દર વર્ષે વૃક્ષારોપણ રીને તેનો ઉછેર અને માવજત રકવામાં આવે છે. અત્યાર સુધીમાં 110 જેટલા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. તેમના પતિ છગનભાઈ અને પરિવારજનોએ આ પરંપરાને આગળ વધારીને આ વર્ષે પણ વૃક્ષારોપણ કર્યું હતું અને સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.