મોરબી : મોરબીના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાએ તેમના પુત્રી આર્યાના જન્મદિવસની ઉજવણી કિડીયારું પૂરીને કરી હતી. હર્ષદભાઈ અને તેમના પત્ની યોગીતાબેને પુત્રી આર્યાના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે 51 નાળીયેરમાં કિડીયારું ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. આ કિડીયારુંથી આશરે 51 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહેશે. આમ વડાવિયા પરિવારે પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.