મોરબી : સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતું મોરબીનું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપે ફરી એક વખત માનવતા મહેકાવી છે. અડધી રાત્રે દર્દીને રક્તની જરૂર પડતાં આ જરૂરિયાત પૂર્ણ કરી હતી.ગઈકાલે સાંજના સમયે હરીપર કેરાળાવાળા કેનાલ રોડ પર શક્તિનગર (અમરનગર)ના રહેવાસી મયુરભાઈ નાથાભાઈ અજાણ નામના વ્યક્તિનો અકસ્માત થતાં તેઓને ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીની જરૂર પડતાં રાત્રે 12 વાગ્યે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યોએ દર્દીને લોહીની વ્યવસ્થા કરી આપી હતી. આ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ આવી કપરી ઘડીમાં હાજર રહીને ગ્રુપને તથા જરૂરિયાતવાળા વ્યક્તિઓને સહકાર આપવા અડધી રાત્રે પણ હાજર રહ્યા હતા. કરવા મધરાતે પણ હાજર રહ્યા હતા. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપમાં જોડાવા માટે મોબાઈલ નંબર 7220053200 અથવા 7220024200 સંપર્ક કરવા જણાવાયું છે.