મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં આજ રોજ તારીખ 2 માર્ચ ને શનિવારે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી ખાતે આવેલી યુ.એન. મહેતા કોલેજમાં વાનગી સ્પર્ધા યોજાઇ હતી જેમાં સમગ્ર કોલેજની ત્રણેય વર્ષની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્તમ વાનગીઓ બનાવીને પીરસી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા એન.જી.મહેતા હાઈસ્કૂલના આચાર્ય દિપાલીબેન આડેસરા અને આર્ટ્સ કોલેજના પ્રા. જે. એમ. કાથડે નિભાવી હતી. નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થિનીઓને 1 થી 3 નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતીય સમગ્ર કાર્યક્રમને અંતે પ્રા. કાથડે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય દંગીના અધ્યક્ષ સ્થાને પ્રા. ડો. કવિતાબા ઝાલા તેમજ પ્રા. જલ્પાબેન વાઘેલાએ કર્યું હતું.