મોરબી: વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોમાં થતા ભવ્ય દેખાદેખી અને લાખોના ધૂમ ખર્ચની વચ્ચે મોરબીના પાટીદાર સમાજે સમગ્ર રાજ્યને નવી રાહ ચીંધી છે. મોરબીમાંથી શરૂ થયેલી ‘ઉમા આદર્શ લગ્ન યોજના’ આજે માત્ર એક યોજના નહીં, પણ ગૌરવ અને સંસ્કારનું પ્રતીક બની ગઈ છે. જેની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટૂંકા ગાળામાં સેંકડો પરિવારો આ વિચારધારા સાથે જોડાયા છે.યોજનાની ભવ્ય સફળતાઉમા આદર્શ લગ્ન યોજનાએ શરૂઆતના માત્ર 13 માસના ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે.કુલ બુકિંગ: 530 લગ્નોસફળતાપૂર્વક સંપન્ન: 366 લગ્નોઆ આંકડા સાબિત કરે છે કે સમાજ હવે ખોટા ખર્ચાઓ ત્યજીને ગૌરવપૂર્ણ અને સાદગીપૂર્ણ લગ્ન તરફ વળી રહ્યો છે.સમૂહ લગ્નથી પણ વિશેષસામાન્ય રીતે સમૂહ લગ્નને આર્થિક બચતનો પર્યાય માનવામાં આવે છે, પરંતુ ‘ઉમા આદર્શ લગ્ન યોજના’ તેનાથી એક ડગલું આગળ છે. અહીં દરેક પરિવારને પોતાની અનુકૂળતા મુજબ સ્વતંત્ર રીતે લગ્ન કરવાની છૂટ મળે છે. પરિવારો પોતાની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીત-રિવાજ મુજબ વિધિ કરી શકે છે. તેમજ ઉમા સંસ્કારધામ ખાતે આયોજિત આ લગ્નોમાં દંપતી અને પરિવારને પૂરેપૂરું માન-સન્માન મળે છે. 'લગ્ન એ ખર્ચનું પ્રદર્શન નહીં, પરંતુ સંસ્કારનું પ્રતીક હોવું જોઈએ' આ મંત્રને ઉમા આદર્શ લગ્ન યોજનાએ સાર્થક કરી બતાવ્યો છે.દેખાદેખી અને આર્થિક ભારણમાંથી મુક્તિઆજના યુગમાં લગ્ન એટલે લાખો-કરોડોનો ખર્ચ અને દેવાતળે દબાતા પરિવારોની કરુણતા જોવા મળે છે. ત્યારે આ યોજના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાના કારણે ખોટી સામાજિક સ્પર્ધા અટકી છે. દીકરીના લગ્ન માટેના આર્થિક દબાણમાં ઘટાડો થયો છે. તેમજ વ્યવહારુ અને સંસ્કારસભર વાતાવરણનું નિર્માણ થયું છે.સમગ્ર રાજ્ય માટે પ્રેરણાપાટીદાર સમાજની આ સુધારાત્મક ચળવળ એ સાબિત કર્યું છે કે જો વિચારધારા બદલાય તો સમાજ આપોઆપ બદલાય છે. જો આ મોડેલને દરેક જિલ્લામાં અપનાવવામાં આવે, તો હજારો પરિવારો આર્થિક ભારણ વિના સન્માનપૂર્વક પોતાના સંતાનોના લગ્ન કરાવી શકે તેમ છે.