મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજે તારીખ 14-8-2024ના રોજ NSSના પરિચય અને સ્વાગત અંગેનો ઓરિએન્ટેશન કાર્યક્રમ રાખવામાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન નવા પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને NSSની પ્રવૃત્તિથી અવગત કરાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત NSSના લક્ષ્યગીતનું ગાન કરીને કરવામાં આવી હતી. NSSના સ્વયંસેવકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સ્વાગત પ્રો.જે. એમ. કાથડે કર્યું હતુ. NSSના કોઓર્ડીનેટર પ્રા. (ડૉ.) રામભાઈ વારોતરીયાએ NSS અંગેની માહિતી તેમજ રાષ્ટ્રીય સેવા યોજના મારફતે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અંગેની વિવિધ માહિતીઓ વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. પ્રા.(ડો.) અનિલસિંહ રાજપુતે NSSની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી. તેમજ NSSમાં સક્રિય પણે બે વર્ષ પૂર્ણ કરેલા સ્વયંસેવકો નિખિલ કુંભારવડિયા, અજય ધોરીયા તથા કુલદીપ ધરજીયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આચાર્ય કે. આર. દંગીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NSSના સ્વયંસેવક ગોગરા મુન્નાએ કાર્યક્રમ પૂર્ણ થતા આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.