મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર ગામે સ્મશાનને નડતરરૂપ દબાણ દૂર કરવા માટે ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ત્રાજપર ગામે ગામના સર્વે નંબર 9 પૈકીની જગ્યામાં ઈલેક્ટ્રીક સ્મશાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં આગળના ભાગે નવઘણભાઈ મેરૂભાઈ નામના વ્યક્તિ દ્વારા ચા-પાન, માવાની દુકાન ચલાવવામાં આવી રહી છે. આ જગ્યામાં ઈત્તર પ્રવૃત્તિ પણ ચાલી રહી છે. આ જગ્યા સ્મશાનની જગ્યાને નડતરરૂપ હોય વહેલી તકે આ દબાણ દૂર કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને જણાવાયું છે.