આવતીકાલે મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે જામશે ફાઈનલ જંગ મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમ્યાન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી મોરબી ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 30 નવેમ્બરના રોજ કુલ ત્રણ મેચ યોજવામાં આવી હતી. જેમાં અમરેલી વર્તુળ કચેરી, મોરબી વર્તુળ કચેરી અને અંજાર વર્તુળકચેરી વિજેતા થઈ હતી.ટુર્નામેન્ટના બીજા દિવસે આજે 1 ડિસેમ્બરના રોજ ત્રણ મેચ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ મેય રાજકોટ સિટી વર્તુળ કચેરી અને ભુજ વર્તુળ કચેરી વચ્ચે, દ્વિતીય મેચ અમરેલી વર્તુળ કચેરી અને અંજાર વર્તુળ કચેરી વચ્ચે અને ત્રીજી મેચ મોરબી વર્તુળ કચેરી અને ભુજ વર્તુળ કચેરી વચ્ચે યોજવામાં આવી હતી. જે અંતર્ગત ભુજ વર્તુળ કચેરી 21 રનથી, અમરેલી વર્તુળ કચેરી 9 વિકેટથી અને મોરબી વર્તુળ કચેરી 75 રનથી વિજેતા જાહેર થઈ હતી.ત્રણ મેચમાં ખુશાલી ગોર, ટી.એચ.વિંઝુડા અને નેહલબેન જોશીને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર ગામીત સાહેબ નિગમિત કચેરીના અધિકારી તેમજ અધિક્ષક ઈજનેર મોરબીનાં વરદ હસ્તે આપી ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ રનર્સઅપ ટીમોને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની બે ફાયનાલીસ્ટ ટીમ અમરેલી વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરી પોતાની વિજેતા તરીકેની દાવેદારી માટે 2 ડિસેમ્બરના રોજ મેચ યોજવામાં આવશે. વિજેતા ટીમે અને રનર્સપ ટીમની પ્રતિભાને ઉજાગર કરવા અને તેઓનું પ્રોત્સાહન વધારવા મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી અને પીજીવીસીએલનાં મેનેજીંગ ડીરેક્ટર પ્રીતિ શર્મા પધારવાના હોય તેઓના વરદ હસ્તે ટ્રોફી અને મેડલ આપીને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો બીજો દિવસ ખેલાડીના ઉત્સાહ અને ખેલદિલી ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.