કોઈ પણ ફંડ-ફાળો કે ડોનેશન લીધા વગર પોતાના વ્યક્તિગત ખર્ચે ધોરણ 7 થી કોલેજ સુધીનો તમામ ખર્ચ ઉપાડશે, સૌરાષ્ટ્રમાં લેખિત પરીક્ષા દ્વારા 150 દીકરીઓની પસંદગી કરાશેમોરબી : સમાજની અનાથ અને પિતા વગરની દીકરીઓને શિક્ષણ તેમજ સંસ્કાર આપીને દેશના સર્વોચ્ચ વહીવટી હોદ્દાઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ, મોરબી દ્વારા એક અભૂતપૂર્વ સેવાકીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબીના જાણીતા શિક્ષણવિદ્ ટી.ડી. પટેલે કોઈપણ પ્રકારનું ડોનેશન કે ફંડ-ફાળો લીધા વિના સંપૂર્ણપણે પોતાના ખર્ચે આ દીકરીઓ માટે તમામ શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ પૂરી પાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.દીકરીઓને કઈ કઈ સુવિધાઓ તદ્દન મફત મળશે?આ પ્રોજેક્ટ હેઠળ 'અનાથનો નાથ - ઓમશાંતિ' બાલિકા હોસ્ટેલ દ્વારા પ્રવેશ મેળવનાર દીકરીઓને ધોરણ 7 થી લઈને કોલેજ (સ્નાતક) સુધી રહેવા, જમવા, કપડાં, પુસ્તકો, ટ્યુશન ફી અને બસ વ્યવસ્થા સહિતનો તમામ ખર્ચ નિઃશુલ્ક આપવામાં આવશે.• સાત્વિક અને પૌષ્ટિક આહાર: ભોજનમાં ગાયનું દૂધ, ઘી, માખણ, તમામ ડ્રાયફ્રૂટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ આપવામાં આવશે.• UPSC / GPSC ની વિશેષ તૈયારી: ધોરણ 7 થી જ દીકરીઓને UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિલ્હી અને ગાંધીનગરના અનુભવી માર્ગદર્શકો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે.• પ્રાયોગિક જ્ઞાન અને પ્રવાસ: શૈક્ષણિક અભ્યાસની સાથે પર્યાવરણ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રનું વ્યવહારિક જ્ઞાન મેળવવા માટે ભારતભરમાં જરૂરી સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ પણ યોજાશે.ડોનેશન વિના જમીન-મિલકત વેચીને આજીવન પ્રોજેક્ટ ચાલશેટી.ડી. પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે કોઈપણ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયો પણ ડોનેશન લેવામાં આવશે નહીં. પોતાની પાસે રહેલી જમીન અને મિલકત વેચીને કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ આજીવન ચલાવવામાં આવશે. તેઓની હયાતીમાં 100 થી વધુ દીકરીઓ UPSC ની પરીક્ષા પાસ કરીને IAS-IPS કે ઉચ્ચ વહીવટી અધિકારી બને તેવો તેમનો મુખ્ય લક્ષ્યાંક છે.પસંદગી પ્રક્રિયા અને પાત્રતાના ધોરણો• પાત્રતા: જે દીકરીના માતા-પિતા બંને હયાત ન હોય અથવા તો પિતાનું અવસાન થયું હોય તેવી ધોરણ 7 થી 11 માં અભ્યાસ કરતી દીકરીઓ જ આ યોજના માટે અરજી કરી શકશે.• પસંદગી: સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં જિલ્લા હેડક્વાર્ટર ખાતે લેખિત પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુ યોજીને કુલ 150 દીકરીઓની પસંદગી કરવામાં આવશે. • પરીક્ષાનું માળખું: પ્રવેશ પરીક્ષામાં વિષયજ્ઞાન આધારિત 100 માર્ક્સનું પ્રશ્નપત્ર અને 100 માર્ક્સનું બુદ્ધિક્ષમતા (IQ/Reasoning) નું પ્રશ્નપત્ર રહેશે.સંપર્ક અને અરજી કરવાની રીતતમારા વિસ્તાર કે પરિચયમાં આવી કોઈ અનાથ અથવા પિતા વગરની દીકરી હોય તો તેના ઉજ્જવળ ભવિષ્ય માટે મો. 98250 75484 પર સંપર્ક કરીને ગૂગલ ફોર્મ દ્વારા નોંધણી કરાવી શકાશે. જરૂરી અરજીઓ મળ્યા બાદ સંબંધિત જિલ્લામાં પરીક્ષાની તારીખ અને સ્થળ અંગે જાણ કરવામાં આવશે.#MorbiNews #MorbiUpdates #TDPatel #JaiSardarTrust #FreeEducation #UPSC #GPSC #GirlChildEducation #SocialService #Morbi