આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવીમોરબી : કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકી હુમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત નિપજ્યા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નિપજ્યું છે. ત્યારે આજે ભાવનગર ખાતે પિતા-પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા તેમજ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ટીમ ભાવનગર પહોંચી હતી અને મૃતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહીને બન્નેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારને સાંત્વના આપી હતી.