મોરબી : થોડા દિવસ પહેલા જ નવીનીકરણ બાદ ખુલ્લો મૂકાયેલો મોરબીનો સરદારબાગ તહેવાર સમયે જ બંધ રહેતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. આજે બેસતા વર્ષના દિવસે લોકો પરિવાર અને બાળકો સાથે સરદારબાગ પહોંચ્યા હતા જોકે સદરબાગ આજે જ બંધ હોય લોકોને દીવાલ કૂદીને અંદર જવું પડ્યું હતું. અનેક લોકો પોતાના બાળકોને લઈને આ રજામાં ફરવા માટે આવ્યા હતા પરંતુ સરદારબાગ બંધ હોય લોકોમાં નારાજગી જોવા મળી હતી અને મોરબી મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને અંતે બાગમાં બાળક સાથે આવેલા લોકોએ જાતે દરવાજા પરનુ તાળું તોડી દરવાજા ખોલીને બાગમાં પ્રવેશ કર્યો હતો.