મોરબી : સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ દ્વારા તા.19 જુલાઈ ના રોજ ઓપન ગુજરાત વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં બોરિયાપાટી સરકારી પ્રા.શાળાની વિદ્યાર્થીની કાવ્યા અવિનાશભાઈ પૈજાએ પ્રથમ નંબર મેળવી શાળા, પૈજા પરિવાર તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ કાવ્યાને ઠેર ઠેરથી ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ કાવ્યાએ રાજ્યકક્ષાએ વાર્તા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.