સ્ટોલમાં ટાઇલ્સ, સેનેટરી, લેમીનેટ, સી.પી.ફિટિંગ, ઇલેક્ટ્રિક, ડોર્સ, રગ્સ અને ફર્નીસિંગ ડિસ્પ્લે સ્ટેન્ડ સહિતની પ્રોડક્ટ રજૂ કરાય : એક્સપોમાં આ સ્ટોલને વિઝિટર્સ તરફથી સારો પ્રતિભાવ મળ્યોનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં પૂનમ ડિસ્પ્લે સીસ્ટમે વિઝિટર્સમાં આકર્ષણ જગાવ્યું છે. અહીં આજે સતત ત્રીજા દિવસે વિઝિટર્સની ભીડ જોવા મળી રહી છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં પૂનમ ડિસ્પ્લે સિસ્ટમનો સ્ટોલ સ્ટોલ પણ આવેલો છે. જેમનું યુનિટ મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર કાર્યરત છે. તેમના દ્વારા સ્ટોલમાં ટાઇલ્સ, સેનેટરી, લેમીનેટ, સી.પી.ફિટિંગ, ઇલેક્ટ્રિક, ડોર્સ, રગ્સ અને ફર્નીસિંગ ડિસ્પ્લે સ્ટેન્ડ સહિતની પ્રોડક્ટ રજૂ કરવામાં આવી છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર પંકિત રાઠોડ અને સુરેશભાઈ રાઠોડે જણાવ્યું કે અમે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છીએ. 20થી વધુ દેશોમાં વેપાર કરીએ છીએ. ભારતમાં 9 હજારથી વધુ ગ્રાહકો છે. વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફોરેન અને ડોમેસ્ટિક વિઝિટર્સ ટાઇલ્સની ઇન્કવાયરી માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે કોઈ બાયર્સ અહીં આવી રહ્યા છે તેઓને ડિસ્પ્લેની જરૂર પડવાની જ છે.વધુમાં આ એક્સપો એક ગ્લોબલ પ્લેટફોર્મ છે. આવા એક્સપો થકી ઇન્ટરનેશનલ બાયર્સ સાથે કનેકટ થવાની તક મળે છે. ઉપરાંત કંપનીનું બ્રન્ડિંગ પણ થાય છે.