10+ સરફેસ તરીકે જાણીતી કંપનીની ટાઇલ્સ ઉપર વિઝિટર્સ ફિદા : કંપનીએ અત્યાર સુધી 5 એક્સપોમાં ભાગ લીધો, સૌથી સારો રિસ્પોન્સ આ એક્સપોમાં મળ્યો, હવે એક્સપોની બીજી એડિશનની આતુરતાપૂર્વક રાહનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીનું PASSERO ટાઇલ્સ અને બાથવેર છવાયું છે. આ કંપનીએ 116 ફોરેન બાયર્સ સાથે મીટ કરી છે. અનેક નવા દેશોમાં હવે કંપનીને વેપાર શરૂ થવાની આશા છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે. આ એક્સપોમાં મોરબીના PASSERO ટાઇલ્સ અને બાથવેરનો સ્ટોલ પણ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કંપનીના ડિરેકટરો દ્વારા તેઓનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કંપનીનું વિટ્રીફાઇડ યુનિટ નેશનલ હાઇવે ઉપર ટીંબડીના પાટિયા પાસે તેમજ બાથવેર સરતાનપર રોડ ઉપર કાર્યરત છે. આ કંપની સેનેટરી વેરમાં વોલ હંગ, ટેબલ ટોપ, વન પીસ, ફ્લોર માઉટ અને બેસીન સહિતની અનેક પ્રોડક્ટ બનાવે છે. આ ઉપરાંત વિટ્રીફાઇડમાં આ કંપની 10+ સરફેસ તરીકે ઓળખાય છે. આ સ્ટોલમાં 16થી વધુ સરફેસ કંપની દ્વારા મુકવામાં આવી છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર વિશાલભાઈ પટેલ અને ડિરેકટર સંજયભાઈ પટેલે જણાવ્યું કે PASSERO ટાઇલ્સ અને બાથવેર એની ક્વોલિટી માટે જાણીતી છે. આપણે 25થી વધુ દેશોમાં વેપાર કરીએ છીએ. અમે અત્યાર સુધીમાં 5 એક્સપોમાં ભાગ લીધો છે. પણ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો જેટલો રિસ્પોન્સ અમને અત્યાર સુધી મળ્યો નથી. આ એક્સપોમાં 116 જેટલા ફોરેન બાયર્સ સાથે અમારી મીટ થઈ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ડોમેસ્ટિક બાયર્સે પણ સ્ટોલની મુલાકાત લીધી છે. આ એક્સપોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેથી અનેક નવા દેશોમાં વેપાર કરવાની તક ખુલશે તેવી આશા છે. હવે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની બીજી એડિશનની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. વધુમાં વધુ મોરબી સિરામિક એકમો આવા એક્સપોમાં જોડાઈ તો વેપારમાં ફાયદો થાય અને બ્રન્ડિંગ થાય. વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના ડિરેક્ટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયાએ આ એક્સપોના માધ્યમથી મોરબીના સિરામિકને એક નવી દિશા આપી છે જે બદલ તેમનો ખુબ ખૂબ આભાર.