દાતાઓ અને સભ્યોના નિઃસ્વાર્થ સહયોગથી ગરમીની પરવા કર્યા વગર સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી ટીમમોરબી : નાની એવી કીડીથી લઈને વિરાટ બ્રહ્માંડ સુધીના દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી એ જ આપણી સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિને મોરબીના પરહિત કર્મ ગ્રુપે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા જીવદયાનું એક અત્યંત પ્રેરણાદાયી અને મોટું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે.દાતાઓના આર્થિક સહયોગથી સેવાનો યજ્ઞસમાજમાં આજે પણ પરોપકારની ભાવના એટલી જ જીવંત છે તેનો પુરાવો આ સેવા કાર્યમાં જોવા મળ્યો છે. વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવેલા આર્થિક સહયોગ અને શ્રદ્ધાના ભાથાથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે. દાતાઓના સહયોગથી આ જીવદયાના ઉત્તમ કાર્યમાં કુલ 16,149 કીડીયારુંના નાળિયેર ભરવામાં આવ્યા હતા. ગ્રુપ દ્વારા તમામ સેવાભાવી દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.કાળઝાળ ગરમીમાં સભ્યોનું અવિરત શ્રમદાનકોઈ પણ મોટું કાર્ય ચોક્કસ આયોજન અને કઠોર મહેનત વગર શક્ય નથી હોતું. ચૈત્ર માસની કાળઝાળ ગરમીમાં પણ કીડીયારું પૂરવા માટે નાળિયેર ભરવાનું આ કઠિન કાર્ય પરહિત કર્મ ગ્રુપના સભ્યોએ પોતાના નિઃસ્વાર્થ શ્રમદાનથી સફળ બનાવ્યું છે. સભ્યોએ આ કાર્યને માત્ર શ્રમ ન ગણતા ઈશ્વરની સાચી ભક્તિ ગણીને હોંશે-હોંશે પૂરું કર્યું હતું. પરહિત કર્મ ગ્રુપના તમામ સભ્યો અને સેવાભાવી દાતાઓની આ જીવદયાની સુવાસ સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.#Morbi #MorbiNews #MorbiUpdates #JivDaya #SocialService #ParhitKarmaGroup #Humanity