સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓનું શાનદાર પ્રદર્શનનિર્મલ વિદ્યાલયનું 98.80% અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયનું 98.71% ઉત્કૃષ્ટ પરિણામમોરબી : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું સરેરાશ પરિણામ 89.13% રહ્યું છે. ત્યારે રવાપર રોડ પર શિવપાર્ક સોસાયટી, સુભાષનગર સામે આવેલી સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે.નિર્મલ વિદ્યાલયના 45 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણનિર્મલ વિદ્યાલયનું એકંદર પરિણામ 98.80% આવ્યું છે. શાળાની બંને પાળીના મળીને કુલ 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા મેળવી છે. જેમાં પટેલ ધ્યાની 99.95 PR સાથે પ્રથમ, દલસાણીયા માધવ 99.90 PR સાથે દ્વિતીય અને પટેલ તીર્થ 99.87 PR સાથે તૃતીય ક્રમે ઝળક્યા છે.સેન્ટર પોઇન્ટ વિદ્યાલયના 37 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડસાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળા સેન્ટર પોઇન્ટ વિદ્યાલયનું પરિણામ 98.71% આવ્યું છે. આ શાળાના કુલ 37 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં રાઠોડ દીયા 99.92 PR, પોપટ જીયા 99.87 PR અને પરમાર વિશ્વા 99.81 PR મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.વિવિધ વિષયોમાં પૂરા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો રેકોર્ડબંને શાળાઓના વિદ્યાર્થીઓએ વિષયવાર ગુણાંકનમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં 33 વિદ્યાર્થીઓ, ગણિતમાં 15 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં 12 વિદ્યાર્થીઓ અને સંસ્કૃત વિષયમાં 1 વિદ્યાર્થીએ પૂરા ગુણ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ પરિણામ બદલ સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકો, નિર્મલ અને સેન્ટર પોઇન્ટ વિદ્યાલયના તમામ શિક્ષકોએ આ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાદર અભિનંદન પાઠવ્યા છે.#Morbi #MorbiUpdate #SSCResult2026 #NirmalVidyalaya #CenterPointVidyalaya #GujaratBoard #Education #MorbiNews #A1Grade #TopStudents