મોરબી: મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે માટેલધામ સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ પદયાત્રાનું 20મું વર્ષ હોય, માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આગામી તારીખ 03-03-2026 ને મંગળવારે રાત્રે 09:30 કલાકે દરબારગઢ ચોક સ્થિત આઈશ્રી ખોડીયાર મંદિર ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન થશે. પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે રાત્રે 09:00 કલાકે માટેલના મહંત ખોડીદાસ બાપુના વરદહસ્તે માતાજીની 51 દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે.આ રથ સાથેની પદયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે અને માતાજીના રથ સાથે ચાલીને માટેલધામ જશે. નવાડેલા રોડ મિત્ર મંડળ-મોરબી દ્વારા આ ધાર્મિક મહોત્સવમાં જોડાવા અને આરતી તેમજ દર્શનનો લાભ લેવા તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો. 98256 20412 અથવા 98252 33899 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MatelDham #Padyatra #KhodiyarMa #Holi2026 #MorbiUpdate #ReligiousNews #Gujarat