મોરબી : નવાડેલા રોડ મિત્ર મંડળ મોરબી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે આઈ શ્રી ખોડિયાર માતાજી માટેલિયા ધરવાળી માટેલ સેવા કેમ્પનું આયોજન તા. 18-9-2025 થી તા. 20-9-2025 દરમ્યાન શેખપીરની દરગાહ પાસે, ગૌરીશંકર પેટ્રોલ પમ્પ (ભુજ-કચ્છ) ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે 24 કલાક ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા મેડિકલ સેવાની વ્યવસ્થા કરવામાં આવશે.