મોરબી : ધોમધખતા તાપમાં ખુલ્લામાં ચીજ વસ્તુઓ વેચતા નાના ગરીબ લારી, પાથરના વાળા, ફેરિયાઓને ધ્યાનમાં રાખી મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આવા લોકો ધ્યાને આવતા સંસ્થા દ્વારા તારીખ 4 એપ્રિલે સ્ટ્રીટ વેન્ડર્સ માટે 6 બીગ છત્રિયોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક અતિ ઉત્તમ, સરહાનીય અને માનવતાભર્યું સામાજિક કાર્ય છે, જે વેન્ડર્સ માટે રાહત અને શારીરિક સુરક્ષા આપનારૂ કવચ બની રહેશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પાથરણા વાળા દ્વારા પણ જેમ 'સુરજ કી ગર્મી સે તપતે હુએ તનકો મીલ જાયે તરૂવેર કી છાયા' એવાજ અહોભાવ સાથે સંસ્થાના મહિલા અગ્રણીઓનો આભાર માન્યો હતો.