મોરબી : મોરબીની માણેકવાડા શાળાને 130 વર્ષ પૂર્ણ થતા દાતાઓ દ્વારા બાળકોને બુટ-મોજાં-રાઈટિંગ પેડ સહિતની અભ્યાસમાં ઉપયોગી સામગ્રી ભેટ આપવામાં આવી હતી.મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર, વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને બાલ દેવો ભવ:ની ભાવનાથી જોતા હોય છે. બાળકો માટે, શાળા માટે કંઈકને કંઈક વસ્તુઓ ભેટ કરીને પોત પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે. ત્યારે મોરબીના મહાદેવબાપા ચનિયારા દ્વારા માણેકવાડા શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોને શિયાળાની ઠંડીમાં પગની રક્ષા માટે બુટ અને મોજા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આ પ્રસંગે જીગ્નેશભાઈ છત્રોલા Reolaxe લેમીનેટ કંપની દ્વારા દરેક બાળકોને લખવામાં ઉપયોગી પેડ અર્પણ કરી શાળાના 130માં સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.