મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર આવેલી એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા)ના મિકેનિકલ એન્જિનિયરિંગ અને આઈ.ટી. એન્જિનિયરિંગ વિભાગે રાષ્ટ્રીય માન્યતા બોર્ડ (એનબીએ) પાસેથી માન્યતા પ્રાપ્ત કરી છે. એનબીએ માન્યતા પ્રાપ્ત કરવાને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ માનકનાં શિક્ષણ અને ઉદ્યોગ સાથેની જોડાણ વધારવા માટે એક નવી તક મળી છે. આ માન્યતા શિક્ષણની ગુણવત્તા અને વિદ્યા વિતરણમાં સંસ્થાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.આ પ્રસંગે સંસ્થાના આચાર્ય પી.વી. રાયજાદાએ જણાવ્યુ હતું કે, આ મળેલી માન્યતા અમને વિશ્વસ્તરે ઉચ્ચ ગુણવત્તાના અભ્યાસક્રમો રજૂ કરવાની તક આપશે, જે અમારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં આગળ વધવા માટે સક્ષમ બનાવશે. વિદ્યાર્થીઓ અને આચાર્યને આ સફળતામાં ભાગીદાર બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉન્નતિ અને સફળતાના આશાસ્પદ સંકેતો દેખાવા માટે પ્રેરણા આપી હતી.