સેમિનારમાં ડિપ્લોમાની શાખાઓ, ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્નો અંગે માહિતી અપાશેમોરબી : એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ. ઈ. કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા આગામી તારીખ 24 મે ને શુક્રવારના રોજ સવારે 11-30 કલાકે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ 10 પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રિયા તથા વાલીઓનાં મુંજવતા પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવશે.જેથી ધોરણ 10નો અભ્યાસક્રમ પુર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ. ઈ. કોલેજ (ડિપ્લોમા)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.