જાણીતા ન્યૂરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ આપશે સેવામોરબી : મોરબી શહેરમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા બાળવિકાસ સંબંધિત વિવિધ તકલીફો માટે એક વિશેષ થેરાપી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 ડિસેમ્બર ને શનિવારના રોજ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ગુજરાતના જાણીતા ન્યૂરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ દ્વારા વિશેષ સેવા આપવામાં આવશે.આ કેમ્પ દરમિયાન બાળવિકાસમાં થતી તકલીફો જેવી કે સી.પી. બાળક (Cerebral Palsy), ઓટિઝમ, હાઈપર એક્ટિવિટી, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં થતી મુશ્કેલી, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ સહિતના વિષયો માટે નિષ્ણાત માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. બાળકો માટે વિવિધ આધુનિક થેરાપી પદ્ધતિઓ જેમ કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટિગ્રેશન થેરાપી અને કોગ્નિટીવ થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે.આ વિશેષ સેવા બે સ્થળે અને અલગ અલગ સમયમાં ઉપલબ્ધ રહેશે. જેમાં પ્રથમ કેમ્પ સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી ખાતે 20 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 10-30 થી બપોરે 2-30 વાગ્યા સુધી અને બીજો કેમ્પ શિવ કોમ્પલેક્ષ, 2જો માળ, સંતોષ સિલેકશનની બાજુમાં, સર્કિટ હાઉસ રોડ, મોરબી ખાતે સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી તથા એપોઈન્ટમેન્ટ માટે મો.નં. 97278 41107 પર સંપર્ક કરવા જણાવાયું છે.