આવતીકાલે ભવ્ય સંતવાણીનું આયોજનમોરબી : મોરબીના કાલિકાનગર મુકામે શ્રી રામજી મંદિરનો આવતીકાલથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે.આવતીકાલ તા.16/11/2023થી 18/11/2023 દરમ્યાન આયોજિત મહોત્સવમાં આજે સાંજે દેહશુદ્ધિ, દશવિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયચિત શ્રવણ સહિતના કાર્યક્રમો યોજાશે. નગરયાત્રા તારીખ 17ના રોજ રાત્રે 8:00 કલાકે, ધાન્યધિવાસ રાત્રે 11:00 કલાકે તથા તારીખ 18ના રોજ દેવતાઓનું નુતન મંદિર પ્રયાણ બપોરે 12:17 કલાકે ત્યારબાદ મહાપુજા અને મંગલ આરતી થશે. ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તારીખ 16ના રોજ યોજાશે. જેમાં કલાકારો દલસુખ પ્રજાપતિ, ભુરા ભગત તથા ઉત્સાદ અનિલ પરમાર ધર્મપ્રેમીઓને રસતરબોળ કરશે.મહોત્સવ દરમ્યાન દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહંત દામજી ભગત, મહંત ભાવેશ્વરીબેન, મહંત રસિકગીરીબાપુ, મહંત કનીરામદાસજી મહારાજ વિભૂષિતા શ્રી શ્રી 1008, મહંત બળદેવદાસ ભગવાનદાસ, મહંત સામતબાપુ, મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી શ્રીશ્રી 1008, પરમ પૂજ્ય જાનકીદાસબાપુ, પરમ પૂજ્ય શંભુગીરીબાપુ વગેરે ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે. આ અવસરે સર્વે નગરજનોને પધારવા સમસ્ત ગામ દ્વારા અનુરોધ કરાયો છે.